ગાંધી નિર્વાણ દિન: ૨૦૨૬
30 January, 2026
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી નિર્વાણ દિન: ૨૦૨૬
સર્વધર્મ પ્રાર્થના- પ્રવચન
તા. ૩૦-૦૧-૨૦૨૬ : શુક્રવારે : સવારે ૮-૩૦ થી ૯-૩૦ કલાકે, સ્થળ : હૃદયકુંજ
અતિથિવિશેષ : ડૉ. વિભાબહેન ગુપ્તા
ગાંધી નિર્વાણદિન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬, શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષ ડૉ. વિભાબહેન ગુપ્તા પ્રાસંગિક સંબોધન કરશે.
સર્વધર્મ પ્રાર્થના-પ્રવચનમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : ડૉ. વિભાબહેન ગુપ્તા
પૂ. મહાત્મા ગાંધીના આર્થિક વિચારને મૂર્તિમંત કરનારા અર્થશાસ્ત્રી અને ગ્રામપુનર્રચના-ઉચિત ટેકનોલોજી માટે પ્રયત્નશીલ એવા ડૉ. જે. સી. કુમારપ્પાએ મગનવાડી-વર્ધામાં રચનાત્મક કાર્યો કર્યા. આ કાર્યના સહભાગી શ્રી દેવેન્દ્ર કુમારજીના પુત્રી ડૉ. વિભાબહેન ગુપ્તા હાલમાં મગન સંગ્રહાલય સમિતિના અધ્યક્ષ તેમજ સેન્ટર ઓફ સાયન્સ ફોર વેલેજીસ (CSV)ના સહસ્થાપક છે. દિલ્હી યુનિવર્સિટી, કેનેડા અને નેધરલેન્ડ્સની યુનિવર્સિટી તથા આઈ.આઈ.ટી (દિલ્હી)માંથી વિવિધ પદવીઓ લઈ છેલ્લાં ૩૦ વર્ષથી ગ્રામીણ મહિલાઓના રોજગાર સર્જન, ઉદ્યોગ સાહસિકતા, કુદરતી સંસાધન વ્યવસ્થાપન, મહિલા આરોગ્ય અંગે પ્રયત્નશીલ છે. તેઓએ આ ક્ષેત્રની સરકારની નીતિઓને પણ માર્ગદર્શન કર્યું છે. તેઓ અગાઉ ભારત સરકારના Planning Commissionના સભ્ય અને ગ્રામીણ ટેકનોલોજીના સલાહકાર પદે રહી ચુક્યાં છે. તેઓ અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્ય-સલાહકાર છે. તેઓ અસરકારક વક્તા અને કર્મશીલ તરીકે પણ જાણીતાં છે.

